સુરતના કાપોદ્રા હિરાબાગમાં રત્ન કલાકારનો આપઘાત
6 મહિનાથી બેરોજગાર અને બીમારીથી પરેશાન હતો
રત્ન કલાકાર ઘનશ્યામભાઈ રામોલિયાએ સવારે અંતિમ પગલું ભર્યું
સુરતના કાપોદ્રા હિરાબાગ વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકારે ચોથા માળે ટેરેસ પરથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. તો 6 મહિનાથી બેરોજગાર અને બીમારીથી પરેશાન થઈ રત્નકલાકારે આપઘાત કર્યુ હોવાની ચર્ચા જોવા મળી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને ઘનશ્યામભાઈ રામોલિયા નામના રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે. ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા અને બીમારીના કારણે પણ પરેશાન રહેતા હતા, જેના કારણે તેમણે વહેલી સવારે આ અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

