Site icon hindtv.in

સુરતમાં ફરી જીઈબીની બેદરકારી સામે આવી છે

સુરતમાં ફરી જીઈબીની બેદરકારી સામે આવી છે
Spread the love

સુરતમાં ફરી જીઈબીની બેદરકારી સામે આવી છે
વિજયાનગર 1 સોસાયટીમાં લટકતા વાયરોને લઇ રોષ
ડીજીવીસીએલને રજુઆત કરાઈ હોવા છતા કોઈ કામગીરી નહીં

સુરતમાં ફરી જીઈબીની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. વિજ્યા નગર એક સોસાયટીના લોકોએ લટકતા વાયરોને લઈ અકસ્માતની શંકાઓ વ્યક્ત કરી હતી.

સુરતમાં જીઈબીના બેદરકાર કર્મચારીઓની કામગીરી સામે વિજયાનગર 1 સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિજ્યા નગર એક સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી વીજ પોલ કનેકશનનો કામ અટવાયો છે સાથે લટકતી હાલતમાં વાયરો ના કારણે ગંભીર અકસ્માત થવાની સંભાવના સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. તો સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓ દ્વારા ડીજીવીસીએલ ઓફિસ રજુઆત કરાઈ હોવા છતા કોઈ કામગીરી ન કરાતા હવે 15 દિવસમાં કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી. અને રહેવાસીઓએ સર્વિસ ચાર્જ ન આપવાની પણ ચેતવણી આપી હતી.

Exit mobile version