સુરતના રાંદેર વિસ્તારમાં લગ્ન મંડપ પાછળ કચરામાં આગ
લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં દોડધામ મચી
ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
સુરતના રાંદેર વિસ્તારમાં લગ્ન મંડપ પાછળ કચરામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતમાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાંદેર વિસ્તારમાં લગ્ન મંડપના સ્ટેજ પાળ આગ લાગી હતી. કચરામાં લાગેલી આગને લઈ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગ લાગતા થોડા સમય માટે લગ્ન મંડપમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

