ફેસ્ટિવ વાઇબ દ્વારા નવરાત્રી બાદ ગરબા કાર્યક્રમનું આયોજન
ગરબા મહોત્સવમાં અંદાજે 150 ખેલાડીઓએ લીધો ભાગ
સાંજે 6:30 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ કરાયો
શ્રેષ્ઠ પાંચ ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા
સ્પર્શ વૈષ્ણવ અને રાહુલ સોલંકીને પણ પુરસ્કાર એનાયત
નવરાત્રી બાદ પણ ગરબાનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવ વાઇબ દ્વારા આયોજિત ગરબા કાર્યક્રમમાં અંદાજે 150 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફેસ્ટિવ વાઇબ દ્વારા નવરાત્રી બાદ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6:30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં અંદાજે 150 ખેલાડીઓએ ભાગ લઈને ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે વોર્ડ નંબર 18ના નગરસેવક ધવલભાઈ, કેશવમ હોસ્પિટલના ડૉક્ટર દિનેશ જી. પુરોહિત, સામાજિક કાર્યકર રમેશ જી. માલપાણી, યુવા સામાજિક કાર્યકર ગૌતમ કેસરિયા, દિનેશ જી. ચાંડક અને વિશાલભાઈ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.ગરબાના અંતે નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ પાંચ ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ઉપરાંત સ્પર્શ વૈષ્ણવ અને રાહુલ સોલંકીને પણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રેષ્ઠ ડ્રેસનો એવોર્ડ પણ સામેલ હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ ખેલાડીઓ, મહેમાનો અને પ્રાયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

