Site icon hindtv.in

માંગરોળ:ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ તરસાડીમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું

માંગરોળ:ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ તરસાડીમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું
Spread the love

ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ તરસાડીમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું
1.37 કરોડના ખર્ચે વિવિધ લોક ઉપયોગી કાર્યોનો પ્રારંભ

માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રૂા. 1.37 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યોથી નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

આ વિકાસકામોમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ દેવીપૂજક વાસ પાસે પ્રમુખ પાર્ક સોસાયટી પાછળ રૂા. 40.34 લાખના ખર્ચે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ સામેલ છે. ઉપરાંત, તરસાડી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં હેવી ડ્યુટી સિમેન્ટ સી.આઈ. ઢાંકણાની ખરીદી માટે રૂા. 23.06 લાખ ફાળવવામાં આવ્યા છે. 15મા નાણાંપંચ હેઠળ પાણી વિભાગ માટે ઈ.એસ.આર. અને સંપમાં ઓટોમેટિક સિસ્ટમ લગાવવા રૂા. 21.21 લાખનો ખર્ચ થશે. રખડતા ઢોર નિયંત્રણ ગ્રાન્ટ હેઠળ સ.નં. 679માં રખડતા ઢોર માટે ઓપન શેડ બનાવવા રૂા. 14.24 લાખ અને રખડતા ડોગ વેક્સિન શેડ બનાવવા રૂા. 7.61 લાખ મંજૂર કરાયા છે. અન્ય કાર્યોમાં સ્ટ્રોમ ડ્રેનેજ નાખવા માટે રૂા. 9.20 લાખ, 66 સબ સ્ટેશનથી જી.ઈ.બી. ઓફિસ સુધી પેવર બ્લોકનું કામ રૂા. 9.04 લાખ, સાઈન બોર્ડ લગાવવા રૂા. 7.30 લાખ, દેવર્ષ સોસાયટીમાં નવા બોર સાથે રિચાર્જ વેલ માટે રૂા. 3.04 લાખ અને મહારાણા પ્રતાપ લેક ગાર્ડન પાર્કિંગ એરિયામાં હાઈમસ ટાવર બનાવવા રૂા. 2.38 લાખનો સમાવેશ થાય છે. આમ, નગરપાલિકા વિસ્તારમાં લોક ઉપયોગી આ વિવિધ વિકાસકામો મંજૂર થતાં તરસાડી નગરના પ્રજાજનોએ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

Exit mobile version