સુરત ડિંડોલી નવાગામમાં ગાંજો ઝડપ્યો
શ્રીનાથનગર પ્લોટ નંબર 437 વાળા મકાનમાં બાળકિશોર વેચાણ કરતા
ગુલશન ઉર્ફે ટીંકુ દેવેન્દ્ર પટેલ અને રાજનર ઉર્ફે છોટુ મનોહરર ઝા ની અટકાયત
સુરત પોલીસનો ડ્ર્ગ્સ ઈન સુરત સીટી મીશન ચલાવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમીશ્નર અનુપમસિહ ગેહલોત તથા સંયુકત પોલીસ કમીશ્નર સેકટર 2 કે.એન. ડામોર નાયબ પોલીસ કમિશ્નર ઝોન 6 રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડિવીઝન એન.પી.ગોહીલની સુચનાથી પોલીસના માણસો વોચમા હતાત્યારે પોલીસ કોન્સટેબલ રજનીશ કિશનભાઈ ને માહીતી મળી હતી કે ડિંડોલી નવાગામ શ્રીનાથનગર પ્લોટ નંબર 437 વાળા મકાનમાં બે ઈસમો તથા એક બાળકિશોર ગાંજાનો પોશ ડોડાનુ વેચાણ કરી રહ્યા છે. તે માહીતી મળતાજ ડિડોલી પોલીસે ગાંજાનો પોશ પાવડર વેંચતા બે શખ્સો ગુલશન ઉર્ફે ટીંકુ દેવેન્દ્ર પટેલ તથા બીજો રાજનકુમાર ઉર્ફે છોટુ મનોહરકુમાર ઝા ની અટકાયત કરી ગાંજાના પોશ ડોડાનો પાવડર, તથા મુદામાલ મળીને કુલ બે લાખ 13 હજારથીવધુ રૂપીયાના મુદામાલ સાથે ધરપકડ કરતા ગાંજા પીનારા અને વેંચનારા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામીયો છે……

