Site icon hindtv.in

બોટાદ ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ.

બોટાદ ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ.
Spread the love

બોટાદ ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ.
માનસિક વિકલાંગ સગીરા પર 9 નરાધમોએ આચર્યું દુષ્કર્મ.
હવસ ભૂખ્યા નરાધમો 6 મહિનાથી ગુજારતા હતા દુષ્કર્મ.

ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી નવ નરાધમોએ છેલ્લા છ મહિનાથી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે બોટાદના DySP મહર્ષિ રાવલે જણાવ્યું કે, ગઢડા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારૂ અને પીન્ટુભાઈ ભુપતભાઈ પઢીયારનો સમાવેશ થાય છે. આ કેસમાં નવમો આરોપી હમીર ડાંગર મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસે હાલ તમામ આરોપીઓની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગઢડા પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે

પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આરોપીઓએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હતો, આરોપીઓએ સગીરાને પટાવી-ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. છેલ્લા છ મહિનાથી 23 માર્ચ, 2026 સુધી આ ક્રૂર કૃત્ય ચાલતું રહ્યું હતું. આ દરમિયાન નવ આરોપીઓ સગીરાને જુદા જુદા સ્થળોએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચરતા હતા. ગઢડા પોલીસે આ મામલે ગુનો નોંધી નવે-નવ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે નીચે મુજબની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version