Site icon hindtv.in

સુરતમાં ગણેશોત્સવને લઈ પોલીસ એક્શનમાં

સુરતમાં ગણેશોત્સવને લઈ પોલીસ એક્શનમાં
Spread the love

સુરતમાં ગણેશોત્સવને લઈ પોલીસ એક્શનમાં
અઠવા પોલીસે સ્થાનિક પોલીસ સાથે ફુટ પેટ્રોલિંગ કર્યુ

સુરતમાં ગણેશોત્સવને લઈ ક્રાઈમ બ્રાન્ચે લાલગેટ અને અઠવા પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસ સાથે ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું.

સુરતમાં ગણેશોત્સવને લઈ કોઈ અસામાજિક તત્વો કાકરીચાળો ન કરે તે માટે સુરત પોલીસે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યુ છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાલગેટ અને અઠવા પોલીસને સાથે રાખી વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું. અને આખા વિસ્તારમાં ક્યાં ક્યાં શ્રીજીના પંડાલ છે અને ત્યાંની સ્થિતિનુ નિરિક્ષણ કર્યુ હતું. તો સાથે પોલીસે કરેલા ફુટ પેટ્રોલિંગને લઈ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પોલીસે ગુનેગારોને શાનમાં સમજી જવા પણ જણાવ્યુ હતું.

Exit mobile version