સુરતમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદને લઇ પોલીસ એક્શન મોડમાં
ગણેશોત્સવ અને ઈદે મિલાદને પોલીસે પેટ્રોલિંગ વધારી
પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું મુસ્લિમોએ ફુલોથી સ્વાગત
સુરતમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું મુસ્લિમોએ ફુલોથી સ્વાગત કર્યુ હતું.
સુરતમાં હર્ષોલ્લાસ અને શાંતી તથા ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે ત્યારે સુરતમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદના તહેવાર સમયે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ મેદાને છે ત્યારે મહિધરપુરા પોલીસ દ્વારા ભાગળ ચાર રસ્તા સુધી પેટ્રોલિંગ કર્યુ હતુ તે સમયે ઝાંપા બજાર ખાતે મુસ્લિમોએ પોલીસનુ ફુલોથી સ્વાગત કર્યો હતો.

