Site icon hindtv.in

બારડોલીમાં ગણેશ યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરાયું

બારડોલીમાં ગણેશ યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરાયું
Spread the love

બારડોલીમાં ગણેશ યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરાયું
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું
મોટી સંખ્યામાં  ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

બારડોલી નગરમાં શ્રી મહાકાળી ગણેશ યુવક મંડળ દ્વારા દુર્ગા અષ્ટમીના પાવન અવસર પર 29 ગાળા ખાતે વિઘ્નહર્તા ના મંડપ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, વિઘ્નહર્તા  ના મંડપમાં ગણેશ યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને ગણેશ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ જન હિત કલ્યાણ માટે કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં  ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે, ૨૯ ગાળા ખાતે વિઘ્નહર્તાનું સ્થાપન કરેલું છે જેમાં કાછિયા પટેલ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમની સફળતા મહાકાળી ગણેશ મંડળ અને સમાજના સભ્યોના સહિયારા પ્રયાસોનું પરિણામ હતું…

Exit mobile version