Site icon hindtv.in

સુરતમાં ગાંધી જયંતીની ઉજવણી,

સુરતમાં ગાંધી જયંતીની ઉજવણી,
Spread the love

સુરતમાં ગાંધી જયંતીની ઉજવણી,
ચોકબજારમાં ગાંધી વંદના અને ભજન કાર્યક્રમ યોજાયો

સુરતમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચોકબજાર ખાતે સુરત મહાનગર પાલિકા દ્વારા ગાંધી વંદના અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનપાના અધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરાંની આરતી પહેરાવી વંદન કર્યું હતું.

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી જયંતી. સુરતમાં ગાંધી જયંતીના પાવન અવસરે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોકબજાર ખાતે ગાંધી વંદના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીજીની પ્રતિમા સમક્ષ ભજન અને પ્રાર્થના સાથે સમગ્ર વાતાવરણ ગાંધીમય બન્યું હતું. ચોકબજાર સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સુતરાંની આરતી પહેરાવી વંદન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. સુરતના સાંસદ મુકેશ દલાલે પણ મહાત્મા ગાંધીજીને સુતરાંની આરતી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાંસદ દ્વારા ઉપસ્થિત લોકોને મહાત્મા ગાંધીના અહિંસાના વિચાર અને તેના મહત્વ વિશે સંદેશ આપવામાં આવ્યો હતો.

Exit mobile version