Site icon hindtv.in

મહુવા-ભાવનગર હાઈવે-51 પર ગમખ્વાર અકસ્માત

મહુવા-ભાવનગર હાઈવે-51 પર ગમખ્વાર અકસ્માત
Spread the love

મહુવા-ભાવનગર હાઈવે-51 પર ગમખ્વાર અકસ્માત
વડલી નજીક અજાણ્યા વાહનની અડફેટે 3 ગાયોના મોત
અકસમાત બાદ વાહનચાલક ફરાર

મહુવા-ભાવનગર નેશનલ હાઇવે નંબર 51 પર ગમખ્વાર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાઇવે પર પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ ગાયોને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય ગાયોનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના મહુવાના વડલી ગામ નજીક બની હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને હાઇવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version