Site icon hindtv.in

ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
Spread the love

ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
ત્રાપજ ગામ પાસે ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી ગઈ
અકસ્મતમાં 7 લોકોના મોત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે આજે 7 ઓક્ટોબરે રક્તરંજિત થયો છે સવારના પોણા દાસ આસપાસ સમયે ત્રાપજ ગામ પાસે ઉભેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે બોલેરો ઘૂસી ગઈ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકો શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

મૃતકોમાં બોલેરોમાં સવાર વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ, યોગેશભાઈનો સમાવેશ થાય છે. જ્યારે જ્યારે ઇજાગ્રસ્ત જયેશભાઈ નામની વ્યક્તિને ગંભીર હાલતે પ્રથમ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે RJ-31-GA-9871 નંબરનું ટ્રેલરનો ચાલક કોઈ કારણોસર ઉભો હતો. ત્યારે અચાનક ટ્રેલરની પાછળ બોલેરો નંબર GJ04-EP-2599 ઘૂસી ગઈ હતી. જેના કારણે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા છે અને બોલેરોમાં સવાર અલંગ શિપબ્રેકિંગ યાર્ડના બે પ્લોટ ના સ્ટાફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે..

Exit mobile version