Site icon hindtv.in

ઉકાઈના બોરદા ગામ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ઉકાઈના બોરદા ગામ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
Spread the love

ઉકાઈના બોરદા ગામ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત
જિલ્લામાં વધુ એક રક્તરંજિત અકસ્માતની ઘટના

ઉકાઈના બોરદા ગામ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત થતા જિલ્લામાં વધુ એક રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે.

ઉકાઈના બોરદા ગામ પાસે બે મોટર સાયકલ વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે બે યુવકોએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સોનગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા યુવકો પૈકી એક યુવક ઉકાઈના અમલપાડા ગામનો વતની છે. અને બીજો યુવક સાગબારાના ખડકી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.,

Exit mobile version