Site icon hindtv.in

સુરતમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીની પ્રેસ કોન્ફ્રન્સ

સુરતમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીની પ્રેસ કોન્ફ્રન્સ
Spread the love

સુરતમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીની પ્રેસ કોન્ફ્રન્સ
ઇન્વેસ્ટર રોડ શોનું સફળ આયોજન કર્યું
રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો પ્રયાસ

જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઈવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી

સુરત ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ BSE પ્લેટફોર્મ પર તેના SME IPO ના ભાગરૂપે, જયપુર અને સુરતમાં ઇન્વેસ્ટર રોડ-શોનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. આ રોડ-શો એ સંભવિત રોકાણકારો, સંસ્થાકીય ખરીદદારો અને બજારના સહભાગીઓ માટે કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના પબ્લિક ઇશ્યૂ પહેલાં લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કર્યું હતું. NNM ગ્રુપ દ્વારા યોજાયેલા આ રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઈવેન્ટ જયપુરની હોટેલ હિલ્ટન ખાતે યોજાઈ હતી તેમજ બીજી ઈવેન્ટ સુરતમાં TGB ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં રોકાણકારોની ઉત્સાહવર્ધક હાજરી જોવા મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ, ગેમ ચેન્જર્સ ટેક્સફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના અને ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો તેમજ કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો આ બન્ને રોડ શો કંપનીના IPO પહેલા જ યોજાયા હતા. કંપનીનો IPO 28 થી 30 ઓક્ટોબર, 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે, જેની પ્રાઈસ બેન્ડ ₹96 થી ₹102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યૂનું કદ ₹54.84 કરોડ થાય છે અને કંપનીના શેર 4 નવેમ્બર, 2025 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. જે ટકાઉ વિસ્તરણ અને કાર્યકારી કાર્યક્ષમતા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.

Exit mobile version