ગંભીરા બ્રિજ ધરાશાયી, બચાવ કામગીરી શરૂ
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચેનો બ્રિજ તૂટયો
બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક અને અનેક વાહનો બ્રિજ પરથી પડ્યાની શંકા
આજે સવારે મહીસાગર પાસે મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુધ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી હાથ ધરાઈ આ ઘટનામાં ૯ વ્યક્તિના મૃત્યુ અને ૯ વ્યક્તિ ઘાયલ થઈ છે
આજરોજ અંદાજિત સવારના ૭ થી ૭-૩૦ના આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક, બે ઇકો , એક રીક્ષા, એક પીકઅપ અને બે બાઇક પુલ તુટી જવાથી નદીમાં ગરકાવ થયા છે. આ ઘટનામાં ૯ લોકો ઘાયલ તથા જેઓને પાદરા સી.એચ.સી. તથા વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. કમનસીબે ૯ વ્યક્તિના મૃત્યુ થયા છે. જે વાતની પુષ્ટિ કલેકટર અનિલ ધામેલિયા એ કરી છે. આ ઘટના બાદ રાહત બચાવ માટે ૨૦થી વધુ ફાયરના જવાનો, એક એન.ડી.આર.એફની ટીમ, એક એસ.ડી.આર.એફ.ની ટીમ, ફાયરની બે બોટ, ત્રણ ફાયરટેન્ડર, દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડીકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે….

