Site icon hindtv.in

માંડવીના કાર્યકરોની જી રામજી જાગરણ અભિયાન કાર્યશાળા

માંડવીના કાર્યકરોની જી રામજી જાગરણ અભિયાન કાર્યશાળા
Spread the love

માંડવીના કાર્યકરોની જી રામજી જાગરણ અભિયાન કાર્યશાળા
કાર્યશાળા ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષમાં યોજાય

માંડવી તથા અરેઠ તાલુકાના કાર્યકરોની જી રામજી જાગરણ અભિયાન કાર્યશાળા ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષમાં યોજાય.

માંડવી તાલુકા અને અરેઠ તાલુકાના હોદ્દેદારો તથા કાર્યકરોની કાર્યશાળા માંડવી કૃષિ મંગલ હોલ મુખ્ય વક્તા તરીકેધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. જેમાં વિકસિત ભારત યોજના અંતર્ગત રોજગાર ગેરંટી યોજના અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ આ લાભ છેવાળાના માનવી સુધી મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખ દ્વારા વિકસિત ભારત અંગે મુદ્દાસર જી રામજી યોજના અંતર્ગત જરૂરી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, 16 જિલ્લા પંચાયત સદસ્ય અને સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રોહિત પટેલ, તેમજ સરપંચશ્રીઓ તથા માંડવી નગર તથા તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળે કરી હતી.

Exit mobile version