Site icon hindtv.in

વલસાડમાં નેશનલ હાઇવેથી લઇ સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં.

વલસાડમાં નેશનલ હાઇવેથી લઇ સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં.
Spread the love

વલસાડમાં નેશનલ હાઇવેથી લઇ સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં.
ખરાબ રસ્તાને લઈને વાંસદાના ધારાસભ્ય અંનત પટેલે રોષ ઠાલવ્યો.

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી વલસાડ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલમાં રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહન વ્યવહારને અસર પડી રહી છે. અમદાવાદ અને મુંબઈ તરફ જતા બંને માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે ખરાબ રસ્તાને લઈને વાંસદાના ધારાસભ્ય અંનત પટેલે રોષ ઠાલવ્યો છે

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી વલસાડ સુધી રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ડ્રાઈવરો ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર બન્યા છે. NHAI દ્વારા રસ્તાની યોગ્ય જાળવણી ન થવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રાન્સપોટર્સને બિસ્માર માર્ગને કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખરાબ રસ્તાને લઈને વાંસદાના MLA અંનત પટેલે રોષ ઠાલવ્યો છે મહારાષ્ટ્રની બોર્ડર ભીલાડથી લઈને વલસાડ જિલ્લાની બોર્ડર સુધી 50 કિલોમીટરના અંતર કાપવા માટે અઢીથી ત્રણ કલાક જેટલો સમય વેડફાઈ જાય છે. વાહનચાલકોએ અને સ્થાનિકો દ્વારા અનેક વખત ટોલ પ્લાઝા પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈપણ કામગીરી કરી નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version