સુરત ગોડાદરામાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી

Featured Video Play Icon
Spread the love

સુરત ગોડાદરામાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી
આરોપીઓ યુવકને મૂઢ માર મારી હત્યા કરી ભાગી છુટ્યા
મૃતક સોહેબ શેખ પાસેથી આરોપીના પૈસા લેવાના નીકળતા હતા

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોડાદરામાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાંખી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા કરી હતી. ગોડાદરા મીડા સ્ક્વેર પૈસાની લેતી દેતીમાં 18 વર્ષીય યુવક સોહેબ શેખને મૂઢ માર મારી હત્યા કરાઈ હતી. મૃતક સોહેબ શેખ પાસેથી આરોપીના પૈસા લેવાના નીકળતા હતા અને આરોપીએ મૃતક યુવકને ગોડાદરા મીડા સ્ક્વેર ખાતે બોલાવ્યો હતો આરોપીએ મૃતક યુવકને માર મારી મૃતકની માતાને ફોન કરી પૈસાની માંગણી કરી હતી જો કે માતા પૈસાને લઈને નહીં પહોંચતા આરોપીઓએ યુવકને મૂઢ માર મારી હત્યા કરી ભાગી છુટ્યા હતાં. તો બનાવની જાણ થતા જ ગોડાદરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને યુવાનની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી હત્યારા મિત્રોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં. તો પોલીસે હાલ બે આરોપીઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *