Site icon hindtv.in

ભાવનગરમાં વયો વૃદ્ધ યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય

ભાવનગરમાં વયો વૃદ્ધ યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય
Spread the love

ભાવનગરમાં વયો વૃદ્ધ યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય
14 કરતાં વધુ સ્થળો પર વૃદ્ધ લોકોના એસેસમેન્ટ કરવામાં આવ્યા
કુલ 80,099 લોકોની નોંધણી કરવામાં આવી

ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વયો વૃદ્ધ યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. ભાવનગર જિલ્લામાં 14 કરતાં વધુ સ્થળો પર વૃદ્ધ લોકોના એસેસમેન્ટ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન કુલ 80,099 લોકોની નોંધણી કરવામાં આવી હતી.

ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વૃદ્ધ યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં કોલ 7 કરોડ 66 લાખ રૂપિયાના સાધનોની સહાય કરવામાં આવશે. જેના પ્રથમ તબક્કામાં આજરોજ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 2579 જેટલા વયો વૃદ્ધ લોકોને વોકર, ટ્રાઈસિકલ, ચાલવાની ઘોડી, વ્હીલચેર, કાનના મશીન, કમર બેલ્ટ સહિતની આશરે 2.49 કરોડ સાધનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા, મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય શિવાભાઈ ગોહેલ, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર મનીષ બંસલ, મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર મીના, જિલ્લા વિકાસ અધિકારી હણુલ ચૌધરી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version