Site icon hindtv.in

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ફ્રી સર્વરોગ મેગા નિદાન કેમ્પ

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ફ્રી સર્વરોગ મેગા નિદાન કેમ્પ
Spread the love

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ફ્રી સર્વરોગ મેગા નિદાન કેમ્પ
સર્વરોગ મેગા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ફ્રી સર્વરોગ મેગા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે સેવાભાવી આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભગીરથસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે જીવન જ્યોત હોસ્પિટલ અને ડૉ. મહેશ ચૌહાણના સહયોગથી ફ્રી સર્વરોગ મેગા નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સાધુ-સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો તેમજ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ભગીરથસિંહ સરવૈયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દરેક પરિસ્થિતિમાં પહાડની જેમ અડીખમ રહેતા અને સમાજસેવાના કાર્યોમાં સતત અગ્રેસર રહેતા ભગીરથસિંહ સરવૈયાના જનહિતના કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,પાલીતાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી પાલીતાણા નગરપાલિકા પ્રમુખ સુલોચનાબેન મકવાણા, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયા પાલીતાણા તાલુકા પંચાયતના પ્રમુખ ના પ્રતિનિધિ ધીરુભાઈ માડાણી સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા ભગીરથસિંહ સરવૈયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

Exit mobile version