Site icon hindtv.in

સુરતમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણના નામે નફાની લાલચ આપી છેતરપિંડી

સુરતમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણના નામે નફાની લાલચ આપી છેતરપિંડી
Spread the love

સુરતમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણના નામે નફાની લાલચ આપી છેતરપિંડી
ઈન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 70 ટકા રીર્ટનની લાલચ
વોન્ટેડ આરોપી શહબાઝ શેખને મુંબઈથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો

સુરતમાં ફોરેક્ષ ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 70 ટકા રીર્ટન મળશે તેવી લાલચ આપી 29.6 લાખથી વધુની છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ઓનલાઈન ઠગાઈ એટલે કે સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમાં રહેતા ઈસમને ફોરેક્ષ ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 70 ટકા રીટર્ન મળશે તેવી લાલચ આપી તેઓ પાસેથા 29 લાખ 6 હજારથી વધુ રકમ ઓનલાઈન પડાવી લીધા બાદ છેતરપિંડી આચરાઈ હોય જે અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા જ ડીસીપી બિશાખા જૈનની સુચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમે આ ગુનામાં સંડોવાેલા એક આરોપી શહબાઝ શેખને અગાઉ ઝડપી પાડ્યા બાદ પાંચ મહિનાથી ગુનામાં વોન્ટેડ લારીબ શેખને મુંબઈથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version