સુરતમાં નાગરિકોને વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલી છેતરપિંડી
ડીજીટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી ઓનલાઈન ફ્રોડ
નિલેશ રત્નાકર નારાયણ ક્લમ્બે અને વૈષ્ણવ સંજય રામચંદ્ર દાંગડને ઝડપ્યા
સુરતમાં નાગરિકોને વોટ્સએપ પર બનાવટી ડીજીટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ કરતી જામતારા ગેંગનાગ રીઢાઓને મુંબઈથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા હતાં.
લોકોને મોબાઈલ વોટ્સએપ પર બનાવટી ડીજીટલ આર.ટી.ઓ. ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ ગુના આચરતી જામતારા ગેંગના સાગરીતો જેમાં નિલેશ રત્નાકર નારાયણ ક્લમ્બે અને વૈષ્ણવ સંજય રામચંદ્ર દાંગડને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ જામતારા ગેંગને બેંકના એકાઉન્ટ કમિશન પર આપતા હોવાની કબુલાત કરી હતી. જે અંગે સાયબર ક્રાઈમના ડીસીપી બિશાખા જૈનએ વધુ માહિતી આપી હતી.

