Site icon hindtv.in

સુરતના અડાજણ વિસ્તારમાં નકલી દાગીના મૂકી છેતરપિંડી

સુરતના અડાજણ વિસ્તારમાં નકલી દાગીના મૂકી છેતરપિંડી
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં નકલી દાગીના મૂકી છેતરપિંડી
બેંકમાં નકલી સોનાના દાગીના અસલી તરીકે ગીરવે મૂકી લાખોની લોન
બે આરોપીઓ યોગેશ સોની અને હેમલ પટેલને ઝડપી પાડ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં બેંકમાં નકલી સોનાના દાગીના અસલી તરીકે ગીરવે મૂકી લાખોની લોન લઈને છેતરપિંડી કરનાર બે આરોપીઓને અડાજણ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત શહેરના અડાજણ પોલીસ મથકમાં બેંક સાથે છેતરપિંડીના નોંધાયેલા ગુનો બાદ અડાજણ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનએ ચાવડાની ટીમે તપાસ હાથ ધરી નકલી અને બનાવટી સોનાના દાગીના અસલી તરીકે રજૂ કરી બેંકના મૂલ્યાંકન પ્રમાણપત્રના આધારે કુલ 8,99,400 ની લોન મેળવી બાદમાં લોનની રકમ પરત નહીં ચૂકવી બેંક સાથે છેતરપિંડી આચરનાર બે આરોપીઓ યોગેશ દિનેશચંદ્ર સોની અને હેમલ લાલજીભાઈ પટેલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version