Site icon hindtv.in

શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી છેતરપિંડી

શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી  છેતરપિંડી
Spread the love

શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી છેતરપિંડી
આરોપીઓને સુરતથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યાં
આરોપી રાજેશ લાખા રૂડાણી અનેપ્રફુલ્લ નનુભાઈ માંડણકાને ઝડપ્યા

શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરતથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યાં હતાં.

સુરતમાં રહેતા યુવાનને શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી તેની પાસેથી 14 લાખ 55 હજારનો રોકાણ કરાવી ઠગાઈ આચરાઈ હોય જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઈમ બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમના પીઆઈ એનઆર પટેલની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા વરાછા ખાતે રહેતા આરોપી રાજેશ લાખાભાઈ રૂડાણી અને સરથાણા જકાતનાકા ખાતે રહેતા પ્રફુલ્લ નનુભાઈ માંડણકાને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપી રાજેશ રૂડાણીએ પોતાનો બેંક એકાઉન્ટ કમિશન પર પ્રફુલને આપ્યો હતો. તો પ્રફુલએ ઓનલાઈન નાસતા ફરતા આરોપી હિરેનને દોઢ ટકા કમિશન પર એકાઉન્ટ આપ્યો હતો.

Exit mobile version