સુરતમાં ઓનલાઈન વેબસાઈટમાં કિંમતી કપડાની જાહેરાત કરી ફ્રોડ
લોકો પાસેથી ઓર્ડરના રૂપિયા મેળવી ઓનલાઈન ઓર્ડરમાં છેતરપિંડી
અંકિત તુલશી મનજી અજુડીયા, મૌલીક નિલેશ માધાભાઈ દુધાગરાને ઝડપ્યા
સુરતમાં ઓનલાઈન વેબસાઈટમાં કિંમતી કપડાની જાહેરાત કરી દેશના અલગ અલગ રાજ્યોના લોકો પાસેથી ઓર્ડરના રૂપિયા મેળવી વેબસાઈટમાં બતાવ્યા મુજબ વસ્તુઓ નહી મોકલી ઠગાઈ આચરનારાઓની ટોળકીને સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે.
સુરતથી સાયબર ક્રાઈમના વધુ એક મોટા નેટર્વકનો પર્દાફાશ થયો છે. ઓનલાઈન વેબસાઈટમાં કિંમતી કપડાની જાહેરાતો કરી દેશના જુદાજુદા રાજ્યોમાં લોકોના ઓનલાઈન ઓર્ડરના રૂપિયા મેળવી લઈ વેબસાઈટમાં બતાવ્યા મુજબની વસ્તુઓ નહી મોકલી છેતરપિંડી કરતી ટોળકીના અંકિત તુલશી મનજી અજુડીયા, મૌલીક નિલેશ માધાભાઈ દુધાગરાને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ, અલગ અલગ કંપનીના સિક્કા, સીપીયુ, ડેબીટ અને ક્રેડીટ કાર્ડ તથા ચેકબુક મળી 2 લાખ 49 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે અંગે ડીસીપી સાયબર ક્રાઈમ એ વધુ માહિતી આપી હતી.

