Site icon hindtv.in

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. કમલ મહેતા સામે છેતરપિંડીના આરોપો

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. કમલ મહેતા સામે છેતરપિંડીના આરોપો
Spread the love

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. કમલ મહેતા સામે છેતરપિંડીના આરોપો
પ્રોફેસર ડૉ. કમલ મહેતાએ તમામ આરોપોને ફગાવ્યા.
ડૉ. કમલ મહેતાએ સમગ્ર મામલે આપી સ્પષ્ટતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. કમલ મહેતા સામે ગંભીર શૈક્ષણિક છેતરપિંડીના આરોપો લગાવવામાં આવ્યા છે. ડૉ. કમલ મહેતાએ પોતાના પ્રમોશન માટે સંશોધન પત્રોની કથિત રીતે હેરાફેરી કરવાનો નિદત બારોટે આરોપ લગાવ્યો છે.

પ્રમોશન માટે ડોક્યુમેન્ટ્સમાં છેડછાડ કરવાના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતા નિદત બારોટે અંગ્રેજી વિભાગના ડૉ. કમલ મહેતા સામે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સિનિયર પ્રોફેસરના પ્રમોશન પ્રમોશન મેળવવા માટે સંશોધન પત્રો જૂની તારીખમાં પ્રકાશિત કરવામાં આવ્યા અને ખોટા રજૂ કરવામાં આવ્યા. નિદત બારોટે દાખલ કરેલી RTI અરજીમાં કથિત છેતરપિંડી અંગે ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે. આ બાબતે ડો. નિદત બારોટ દ્વારા કુલસચિવને લેખિત ફરિયાદ કરવામાં આવી, જેમાં ડૉ. કમલ મહેતાના સંશોધન પત્રોમાં જોવા મળતી બધી ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જૂના કાગળો, અશક્ય સંદર્ભો અને પ્રમોશન પ્રયાસ પાછળના કથિત કાવતરાને ઉજાગર કરવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે 2015ના એક સંશોધન પત્રમાં 2018ના એક દસ્તાવેજનો સંદર્ભ છે. નિદત બારોટે સવાલ ઉઠાવ્યો છે કે 2015 માં પ્રકાશિત થયેલા એક પત્રમાં એવી કોઈ વસ્તુનો સંદર્ભ કેવી રીતે શક્ય છે જે 2018 સુધી અસ્તિત્વમાં ન હતી? આ સ્પષ્ટપણે સૂચવે છે કે આ પેપર્સ ખરેખર 2015માં લખાયા ન હતા અને તેને પાછળથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા નિદત બારોટે આરોપ લગાવ્યા છે કે ડૉ. કમલ મહેતાના સંશોધન પત્રો જે 2015 થી 2025 ની વચ્ચે પ્રકાશિત થયા છે, તેમાં ગંભીર ગેરરીતિઓ છે. બારોટના મતે, પેપર્સમાં છેડછાડ કરવામાં આવી જેથી એવું લાગે કે તે અગાઉની તારીખે પ્રકાશિત થયા હતા. સિનિયર પ્રોફેસરના પ્રમોશન માટે ઇરાદાપૂર્વક જૂની તારીખના સંશોધન પત્રો છપાવાયા. તેમણે આરોપ લગાવ્યો કે આ આર્થિક લાભ લેવા કરવામાં આવેલું સમજણપૂર્વકનું ષડયંત્ર છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version