Site icon hindtv.in

ખરકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ ચાર યુવાનોની તબિયત લથડી : એકનું મોત

ખરકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ ચાર યુવાનોની તબિયત લથડી : એકનું મોત
Spread the love

ખરકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ ચાર યુવાનોની તબિયત લથડી : એકનું મોત
મૃતકના પરિવારે સમગ્ર ઘટનાને લઈને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામના ચાર યુવાનોએ ત્રણ ચાર દિવસ પહેલા ગામની સીમમાં ઇંગ્લિશ દારૂની પાર્ટી કરી હતી આ પાર્ટી કર્યા બાદ કર્યાં બાદ યુવાનોની તબિયત લથડતા ચાર પૈકી બે યુવાનોને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારે લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ખરકડી ગામે રહેતા ચાર યુવાનોએ 10 તારીખ 16 ઓગસ્ટના રોજ ગામની સીમમાં આવેલ કોઈ વાડીએ ઇંગ્લિશ દારૂની મહેફિલ માણી હતી. આ પાર્ટી કર્યા બાદ ચારેય યુવાનોની હાલત બગડી હતી જેમાં બે યુવાનો 24 કલાક વિતવા છતાં ઊંઘમાંથી ન ઉઠતા બંને યુવાનોને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ઉપેન્દ્ર ચંદ્રસિંહ ગોહિલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે આ ઘટના સંદર્ભે મૃતકના પરિવાર એ જણાવ્યું હતું કે ડુપ્લીકેટ અને કેમિકલ મિશ્રિત દારૂ પીવાના કારણે યુવાનોની હાલત કથળી છે આથી પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરે અને આ દારૂ ક્યાં બનાવવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો સહિતના ધંધાઓ તત્કાલ બંધ કરાવે એવી માંગ કરી છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version