સુરત પુણા વિસ્તારમાંથી ગુમ થયેલી ચાર બહેનોને મળી આવી
મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પરથી શોધી કાઢી
રક્ષા બંધનના પવિત્ર દિવસે જ ટ્રેનમાંથી શોધી પરિવારને સોંપી
સુરત પુણા વિસ્તારમાંથી ગુમ થયેલી ચાર બહેનોને પોલીસે દિવસ-રાત એક કરીને મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પરથી રક્ષા બંધનના પવિત્ર દિવસે જ ટ્રેનમાંથી શોધી કાઢી પરિવારને સહીસલામત સોંપી છે.
પુણા વિસ્તારમાં કારખાનેથી 1,000 રૂપિયા લઈને ચાર બહેનો અચાનક નીકળી ગઈ હતી. પરિવારજનોની ચિંતાને પગલે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સતત તપાસ હાથ ધરી અને દિવસ-રાત મહેનત બાદ ચારેય બહેનો મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર નજીક ટ્રેનમાંથી મળી આવી હતી. પોલીસે ચારેય બહેનોને સહીસલામત પરિવારને સોંપી હતી. રક્ષાબંધનના દિવસે જ બહેનોના પરિવાર સાથે મિલન થતાં પોલીસની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

