Site icon hindtv.in

સુરતના પૂણાગામમાં ચાર સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા

સુરતના પૂણાગામમાં ચાર સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા
Spread the love

સુરતના પૂણાગામમાં ચાર સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા
ત્રણ સગીરા સહિત ચારેય બહેનો ઘરે પરત ન ફરતા ચકચાર
મરજીથી ફરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ

સુરતના પૂણાગામમાં એકસાથે ચાર સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા થતા ચકચાર મચી છે. ત્રણ સગીરા સહિત ચારેય બહેનો કારખાને ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો છે.

સુરતના પૂણાગામ વિસ્તારમાં કારખાને ગયેલી ત્રણ સગીરા સહિત ચાર સંબંધી બહેનો અચાનક લાપતા થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી મુજબ ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું કહી કારખાનામાંથી 1,000નો ઉપાડ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતા ઘરે પરત આવી ગઈ હતી, પરંતુ ચારેય દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોને શંકા ગઈ હતી. ચારેય સગીર વયની હોવાથી પરિવાર દ્વારા પૂણા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, તપાસ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે. ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી પાસે પોતાની મરજીથી ફરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે ચારેય બહેનો પૈસા લઈને ક્યાં ગઈ હતી અને કોની સાથે ગઈ હતી, તે દિશામાં પૂણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ચારેય બહેનો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

Exit mobile version