Site icon hindtv.in

સુરતના એરપોર્ટને નડતર રૂપ ચાર પ્રોજેક્ટ

સુરતના એરપોર્ટને નડતર રૂપ ચાર પ્રોજેક્ટ
Spread the love

સુરતના એરપોર્ટને નડતર રૂપ ચાર પ્રોજેક્ટ
ચાર પ્રોજેક્ટ્સના ડિમોલીશનનું તંત્ર દ્વારા અલ્ટીમેટમ
ફ્લેટ ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વાત મુકી

સુરતના એરપોર્ટને નડતર રૂપ ચાર પ્રોજેક્ટનો અહેવાલ મીડિયામાં ચાલતા જ તેની અસર જોવા મળી હતી અને ચાર પ્રોજેક્ટ્સના ડિમોલીશનનું તંત્ર દ્વારા અલ્ટીમેટમ અપાતા ફ્લેટ ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વાત મુકી હતી.

સુરત એરપોર્ટને નડતરરૂપ ચાર પ્રોજેક્ટસના તંત્ર દ્વારા ડિમોલીશન કરવામાં આવેલુ બાંધકામ દુર કરવા અલ્ટીમેટમ અપાયુ છે. અને આગામી 31મી સુધીમાં સ્વખર્ચે નડતરૂપ બાંધકામ દુર કરવાનુ રહેશે અને ડેડલાઈન સુધી બાંધકામ દુર નહી કરે તો તંત્ર મશીન ચલાવશે તેમ કહેવાયુ હતું. જે ચાર પ્રોજેક્ટને નોટીસ અપાઈ છે તેમાં એલ એન્ડ ટી કોલોનીમાં સર્જન પેલેસ, રવિરત્ન, ફ્લોરેન્સ એપાર્ટમેન્ટનુ બાંધકામ દુર કરવા નોટીસ અપાઈ હોય જેથી ફ્લેટ ધારકોએ જણાવ્યુ હતું કે આટલા ટુંકા સમયમાં કઈ રીતે ડિમોલીશન કરાશે તે સમજાતુ નથી સરકારે એક મહિનાનો સમય આપવો જોઈએ.

Exit mobile version