ભાવનગરમાં જવાહર મેદાન પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
જુગારનું સાહિત્ય સંસ્થા રોકડા રૂપિયા 5350 કબ્જે કર્યાં
ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારિત જવાહર મેદાન પાસે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને રંગે હાથ ઝડપી લઇ ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે જવાહર મેદાન પાસે આવેલ ઝુપડપટ્ટીમાં રેડ કરતા 4 શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા જેમાં સંજય જગા, આકાશ હસમુખ પરમાર, આનંદ કાળુ ખોખર અને અલારક મહંમદ પઠાણનાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 5350 કબ્જે કરી ચારેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી

