ભાવનગરના નિર્મલ નગરમાં આતંક ફેલાવતા ચાર શખ્સો ઝડપાયા
એ-ડીવિઝન પોલીસે ચારેય શખ્સોને લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કર્યું
ભાવનગર શહેરના નિર્મલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા મવાલી તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય જે સંદર્ભે નિર્માણ ઘરમાં રહેતા લોકો દ્વારા આવા લુખ્ખાઓ વિરુદ્ધ એસપીને રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે આજરોજ પોલીસ દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરી નિર્મળનગરમાં લઈ જઈ તેમનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.
ભાવનગર નિર્મલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય લોકોની જાનમાં અને બહેન દીકરીઓની સલામતી પણ જોખમમાં મુકાઈ રહી હોય આવારા તત્વોની ગેંગ દ્વારા બિનપ્રતિદિન લોકોને શારીરિક માનસિક ત્રાસ આપવા સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો કરતા આ વિસ્તારના લોકો દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બાદ આજે એ ડિવિઝન પોલીસ દ્વારા આ વિસ્તારના ચાર શખ્સોને અટકમાં લઈ નિર્મળનગર વિસ્તારમાં લઈ જાય ચારેય શખ્સો પાસે રી કન્સ્ટ્રક્શન કરાવાયું હતું.

