Site icon hindtv.in

ભાવનગર મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો હુમલો

ભાવનગર મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો  હુમલો
Spread the love

ભાવનગર મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો હુમલો
યુવકને પથ્થર અને ઢીંકાપાટુનો માર માર્યો,
ચારેય સામે ગુન્હો દાખલ કરાયો

ભાવનગર મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો હિચકારો હુમલો કર્યો, અમે ઘણા તાળા તોડયા છે તેમ કહી યુવકને પથ્થર અને ઢીંકાપાટુનો માર માર્યો, ચારેય સામે ગુન્હો દાખલ

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક ચોંકાવનારો અને વિચિત્ર કહી શકાય એવો હુમલાનો બનાવ સામે આવ્યો છે. પોતાના કારીગરો માટે રૂમનું તાળું તોડી રહેલા એક પરપ્રાંતિય યુવકને “લાવ તાળું તોડી દઈએ, અમે ઘણાં તાળા તોડ્યા છે” તેમ કહી ચાર શખ્સોએ માથાકૂટ કરી હતી. યુવકે આનાકાની કરતાં ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ તેના પર પથ્થર અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટના અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો અનુસાર ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળાવ શેરી નંબર-3માં રહેતા વિકાસભાઈ લાલબહાદુર ગુપ્તાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિકાસભાઈએ પોતાના ઘરની બાજુમાં આવેલી રૂમો કારીગરોને રહેવા માટે આપી છે. અગાઉના કારીગરો રૂમને તાળું મારીને વતન ગયા હતા અને હવે નવા કારીગરો આવવાના હોવાથી વિકાસભાઈ પોતે તે રૂમનું તાળું તોડીને વ્યવસ્થા કરી રહ્યા હતા..

Exit mobile version