Site icon hindtv.in

સુરતમાં 1 કરોડ 5 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે વધુ ચાર આરોપી ઝડપાયા

સુરતમાં 1 કરોડ 5 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે વધુ ચાર આરોપી ઝડપાયા
Spread the love

સુરતમાં 1 કરોડ 5 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે વધુ ચાર આરોપી ઝડપાયા
ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવાના કેસમાં 4 આરોપીઓ ઝડપાયા
પોલીસે અકાઉન્ટ ભાડે આપનાર ઈસમોની ધરપકડ કરી
આરોપીઓ ટુકડે ટુકડે એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા

સુરત સાઇબર ક્રાઇમ પોલીસે સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી દોઢ મહિનામાં એક કરોડથી વધુ રૂપિયા પડાવી લેવાના ગુનામાં બેંક અકાઉન્ટ કમિશનથી ભાડે આપનારા ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી છે.

સુરત સાઇબર ક્રાઇમ પોલીસે સુરતના સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી દોઢ કરોડ રૂપિયા પડાવવાના ગુનામાં પોતાનું બેંક એકાઉન્ટ કમિશનથી આપનાર બનાસકાંઠાના પાલનપુરના નરેશ હીરાભાઈ ચૌહાણ , સંજયકુમાર સોલંકી ,અબ્દુલ રહેમાન અબ્દુલ શેખ , હર્ષ પ્રવીણભાઈ પરમારની ધરપકડ કરી છે. આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ અમદાવાદના કૈલાશબેન ભંડેરી અને રિતેશ અંટાળાની પણ ધરપકડ કરી હતી. સુરતના સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી મનીલોન્ડરિંગના કેસની દમદાટી આપી ટુકડે ટુકડે એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા. હાલ પોલીસે અકાઉન્ટ ભાડે આપનાર ઈસમોની ધરપકડ કરી છે.

Exit mobile version