Site icon hindtv.in

સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર દ્વારા ચાર મેગા ઈવેન્ટનું આયોજન

સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર દ્વારા ચાર મેગા ઈવેન્ટનું આયોજન
Spread the love

સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર દ્વારા ચાર મેગા ઈવેન્ટનું આયોજન
22, 23 અને 24 મે દરમિયાન એકસાથે યોજાશે વિશાળ કાર્યક્રમો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પત્રકાર પરિષદ

સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી 22, 23 અને 24 મે દરમિયાન એક સાથે ચાર મેગા ઈવેન્ટનુ આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

દક્ષિણ ગુજરાતના વિકાસને સતત નવી દિશા આપતી અગ્રણી સંસ્થા એવી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી 22, 23 અને 24 મે 2026 એટલે કે ત્રમ દિવસ માટે સરસાણા ખાતે આવેલ સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક સાથે ચાર ચાર મેગા ઈવેન્ટસનુ આયોજન કરાયુ છે. જેમાં ત્રણ એક્સ્પો અને એની સાથે સુરત સ્ટાર્ટ અપ સમિટની ત્રીજી આવૃત્તિ સરસાણા ખાતે યોજાઈ રહી છે. તો સુરતની જાણીતી ટોરિન વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી યોજાનાર આ ચારેય ઈવેન્ટ્સ સુરત અને સમગ્ર રાજ્યના વેપારી, ઔદ્યોગિક, સાહસિક અને શૈક્ષણિક માળખાને વૈશ્વિક સ્તરે મજબુત બનાવશે. આ ત્રણ એક્ઝિબિશન સાથે જ ચેમમ્બરના 85 વર્ષના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશન યોજવાનો રેકોર્ડ સર્જાશે. તો કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી ડો. જિતિન પ્રસાદ પણ ખાસ ઉપસ્થિત રહેનાર હોય જે અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતનાઓએ માહિતી આપી હતી

Exit mobile version