Site icon hindtv.in

ભાવનગરમાં મહિલાના નામના જુદા જુદા ચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ભાવનગરમાં મહિલાના નામના જુદા જુદા ચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
Spread the love

ભાવનગરમાં મહિલાના નામના જુદા જુદા ચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં મહિલાના ન્યુડ ફોટાઓ અપલોડ
આરોપી મેહુલભાઇ પ્રકાશભાઇ બારૈયાને પકડી પાડ્યો

ભાવનગરમાં મહિલાના નામના જુદા જુદા ચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પ્રોફાઇલ ફોટોમાં મહિલાના ફોટા મુકી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં મહિલાના ન્યુડ ફોટાઓ અપલોડ કરેલ તેમજ મહિલાના ફોટાઓ સ્ટોરી ઉપર અપલોડ કરી આ ફોટાઓ ઉપર ભોગ બનનાર ફરીયાદીના ચારીત્ર્ય વિશે અભદ્ર લખાણ લખનાર આરોપી મેહુલભાઇ પ્રકાશભાઇ બારૈયાને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ

ભાવનગર પોલીસ અધિક્ષકનાઓ દ્વારા સાયબર ક્રાઇમ હેઠળ ભોગ બનનાર મહિલાઓને સાયબર સુરક્ષા પુરી પાડવા માટે ઓપરેશન સાયબર સુરક્ષિત નારી શરૂ કરવામાં આવેલ છે જે ઓપરેશન હેઠળ મહિલાઓને સોશ્યલ મીડીયા થકી હેરાન પરેશાન કરતા સાયબર અપરાધીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને વાય.જે.વાઘેલા પોલીસ ઇન્સપેક્ટરશ્રી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર નાઓ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સાયબર ક્રાઇમના સોશ્યલ મિડીયાના બનાવોમાં સાયબર અપરાધીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવાઓ મેળવી સાયબર ક્રાઇમના ભોગબનનારને તાત્કાલીક ન્યાય આપાવવા સુચના થઈ આવેલ. આ કામના મહિલા ભોગબનનાર ફરીયાદી નાઓના નામના જુદા જુદા ચાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ ચારેય ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ઉપર ભોગબનનાર ફરીયાદીના મોર્ફ કરેલા ન્યુડ ફોટાઓ અપલોડ કરેલ તેમજ ફરીયાદીના ફોટાઓ સ્ટોરી ઉપર અપલોડ કરી આ ફોટાઓ ઉપર ભોગબનનાર ફરીયાદીના ચારીત્ર્ય વિશે અભદ્ર લખાણ લખી ભોગબનનાર ફરીયાદીના ભાભીનો મોબાઇલ નંબર તેમાં લખી ગુન્હો કરતા સાયબર ક્રાઇમ. જે ગુન્હાના કામે હ્યુમન અને ટેકનીકલ સોર્સ આધારે ગુન્હો આચરનાર આરોપી મેહુલભાઈ પ્રકાશભાઇ બારૈયાને તા.૨૯/૦૫/૨૦૨૬ ના રોજ અટક કરી ગુન્હાના કામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે

Exit mobile version