Site icon hindtv.in

સુરત ભેસ્તાન વિસ્તારમાં ચાર આરોપીઓને ઝડપ્યા

સુરત ભેસ્તાન વિસ્તારમાં ચાર આરોપીઓને ઝડપ્યા
Spread the love

સુરત ભેસ્તાન વિસ્તારમાં ચાર આરોપીઓને ઝડપ્યા
મારામારી કરનારાઓનો વિડીયો વાયરલ
આરોપીઓને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ

સુરત ભેસ્તાન વિસ્તારમાં પ્રેમ નગર નજીક મનપા કોમ્પલેક્ષ પાસે મારામારી કરનારાઓનો વિડીયો વાયરલ થતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતમાં ગુનેગારો બેફામ બની પોલીસને ચેલેન્જ આપતા હોય છે. ત્યારે ભેસ્તાન ખાતે આવેલ પ્રેમ નગર નજીક એસએમસી કોમ્લેક્સમાં મારામારીની ઘટના બની હોય જે જાહેર મારામારીનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ચાર આરોપીઓને ઝડપી પાડી તેઓને કાયદાનુ ભાન કરાવ્યુ હતું. તો આરોપીઓએ કાન પકડી માફી માંગી હતી અને બીજીવાર આવુ નહી કરીશુ તેમ કહ્યુ હતું.

Exit mobile version