ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ.
પ્રથમ યાદીના 25 ઉમેદવારોએ આજે વિજય સંકલ્પ પદયાત્રાયોજી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.જેમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ હોય ત્યારે આજે કોંગ્રેસે જાહેર કરેલી તેની પ્રથમ યાદીના 25 ઉમેદવારોએ આજે ભીડભંજન મહાદેવ ખાતે દર્શન કરી “વિજય સંકલ્પ પદયાત્રા”યોજી વાજતે ગાજતે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ભાવનગર મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં આજે અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે.ત્યારે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા તેના 13 વોર્ડના 52 ઉમેદવારો પૈકી પ્રથમ યાદીમાં જાહેર કરેલા 25 ઉમેદવારોએ આજે “વિજય સંકલ્પ પદયાત્રા”યોજી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં આજે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.ભીડભંજન મહાદેવ ખાતેથી “વિજય સંકલ્પ પદયાત્રા”સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે ઉમંગ સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.અને આગામી ચૂંટણીમાં પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી

