સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ગુજરાતના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલનું નિવેદન.
ધર્મ પરિવર્તન કરનારાઓને એસસી/એસટી લાભ ન મળવા મુદ્દે કરી સ્પષ્ટતા.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને નીતિન પટેલે આવકાર્યો.
સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિનો દરજ્જો મળી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગુજરાતના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે આવકાર્યો છે
ધર્મ પરિવર્તન કરનારાઓને SC/ST લાભ ન મળવા મુદ્દે સ્પષ્ટતા કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને SC/ST ઍક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં, સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાનો મૂળ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિના સભ્ય તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવે છે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ એ વી અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ સક્રિયપણે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, તે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગુજરાતના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે આવકાર્યો છે સાંભળો તેમણે શું કહ્યું
સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાની વિગતો મુજબ, કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો, જે બાબત કોર્ટના રૅરેકોર્ડ પર સાબિત થઈ હતી. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠેરવ્યું કે, જે વ્યક્તિ લાંબા સમયથી અન્ય ધર્મની પરંપરાઓનું પાલન કરતી હોય, તેને અનુસૂચિત જાતિના સભ્ય માની શકાય નહીં. આથી, આવી વ્યક્તિને SC/ST ઍક્ટ હેઠળ મળતું કાયદાકીય રક્ષણ આપવું ઉચિત નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

