Site icon hindtv.in

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ફરી વિવાદમાં.

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ફરી વિવાદમાં.
Spread the love

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ફરી વિવાદમાં.
મયારામ આશ્રમમાં ટ્રસ્ટી પદને લઈને વિવાદમાં આવ્યા કોટેચા.
આશ્રમના ટ્રસ્ટી તુલસીદાસ બાપુના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપ.
કોટેચાની નિમણૂક સંમતિ વગર ટ્રસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં આશ્રમ સાથેના વિવાદનો અંત આવતો જ નથી તેવું લાગી રહ્યું છે. ફરી એક આશ્રમ વિવાદના ફસાયો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ટ્રસ્ટી તરીકે ગેરકાયદેસર નિમણૂક થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. શાંતિ અને સેવાનું પ્રતિક ગણાતા જૂનાગઢના મયારામ આશ્રમમાં ફરી એકવાર વિવાદનો વંટોળ સર્જાયો છે. આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ટ્રસ્ટી તરીકે ગેરકાયદેસર નિમણૂક થઈ હોવાનો

આક્ષેપ કર્યો છે. જૂનાગઢના ગિરનાર દરવાજા રોડ પર આવેલા મયારામ આશ્રમમાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. આ ટ્રસ્ટી મંડળમાં પૂર્વે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ગેરકાયદેસર નિમણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મયારામ બાપુ ટ્રસ્ટની સ્થાપના 1956માં થઈ હતી અને તેનો મુખ્ય હેતુ ગરીબ અને અનાથ બાળકોને મફત ભોજન, રહેવાની સગવડ અને શિક્ષણ પૂરું પાડવાનો છે. હાલમાં ટ્રસ્ટમાં પાંચ ટ્રસ્ટીઓ છે. પરંતુ, તાજેતરમાં મુખ્ય ટ્રસ્ટીની સંમતિ વિના જ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ગિરીશ કોટેચા સહિત બે-ત્રણ નવા ટ્રસ્ટીઓ દાખલ કરવામાં આવ્યા હતા. નવા ટ્રસ્ટીઓ ટ્રસ્ટના નિયમોનું પાલન કરી રહ્યા નથી. આશ્રમમાં શાળાઓ બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે છે, જે ટ્રસ્ટના મૂળભૂત હેતુનું ઉલ્લંઘન છે. આ ગેરરીતિને કારણે, મુખ્ય ટ્રસ્ટીએ આ અનિયમિત ટ્રસ્ટીઓને દૂર કરવા માટે કોર્ટમાં દાવો કર્યો છે. મુખ્ય ટ્રસ્ટીની માંગણી છે કે જે નવા ટ્રસ્ટીઓ ટ્રસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમને કોર્ટ દ્વારા ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવે. આ કેસનો ચુકાદો આવતાની સાથે જ આશ્રમનો વિવાદ સ્પષ્ટ થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version