Site icon hindtv.in

રિક્ષામાં સોનાના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા

રિક્ષામાં સોનાના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા
Spread the love

રિક્ષામાં સોનાના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા
સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યાં ફાળ પડી
પોલીસે રિક્ષાચાલકને શોધી પરિવારને બેગ પરત અપાવીને સમયસર ટ્રેનમાં પણ બેસાડી દીધા

સુરતના મહિધરપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે રિક્ષામાં સોનાના ઘરેણા ભરેલી બેગ ભૂલી ગયેલા પરિવારને પોલીસે ગણતરીના કલાકોમાં બેગ શોધી પરત આપી હતી. પોલીસે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના મહિધરપુરા પોલીસ મથક ની ટીમે સોનાના ઘરેણા ભરેલી બેગ પરિવારને સુપરત કરી છે. સુરતમાં રહેતો એક પરિવાર ટ્રેનમાં પોતાના વતન ગબાલિયર જવા નીકળ્યો હતો ત્યારે રિક્ષામાં બેસી તેઓ રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા હતા આ દરમિયાન પરિવાર રિક્ષામાં જ સોનાના ઘરેણા ભરેલી બેગ ભૂલી ગયા હતા જોકે ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો. મહિધરપુરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી રેલવે સ્ટેશનની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ દરમિયાન પોલીસને રીક્ષાના નમ્બર મળી જતા રીક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો. પોલીસે તાત્કાલિક જ પરીક્ષા ચાલક પાસેથી સોનાના ઘરેણા મુકેલી બેગ પરત મેળવી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ખોવાયેલો મુદ્દા માલ પરિવારને સોંપ્યો હતો તાત્કાલિક પરિવારને સોનાના ઘરેણા ભરેલી બેગ મળી જતા પરિવારે બુક કરાવેલી ટ્રેનમાં સમયસર બેસ્યા હતા પરિવાર એ પોલીસની કામગીરી નો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version