Site icon hindtv.in

માંડવીમાં કોમર્શિયલ ગેસના બાટલામાં ચોરખાનામાં વિદેશી દારૂ

માંડવીમાં કોમર્શિયલ ગેસના બાટલામાં ચોરખાનામાં વિદેશી દારૂ
Spread the love

માંડવીમાં કોમર્શિયલ ગેસના બાટલામાં ચોરખાનામાં વિદેશી દારૂ
કુલ 7,22,565 ના મુદ્દા માલ સહિત બે ઇસમો ઝડપી પાડ્યા
મેહુલ ધોડીયા તથા જીગ્નેશ ઈશ્વર પટેલની ધરપકડ

માંડવી પોલીસ તંત્ર દ્વારા મઢીથી માંડવી જતા સ્ટેટ હાઇવે 56 આશીર્વાદ વિલા રેસીડેન્સી ની સામે મહેન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી જેમાં કોમર્શિયલ ગેસના બાટલામાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.કુલ 7,22,565 ના મુદ્દા માલ સહિત બે ઇસમો ઝડપી પાડ્યા.

માંડવી પોલીસ તંત્ર દ્વારા મઢીથી માંડવી જતા સ્ટેટ હાઇવે 56 આશીર્વાદ વિલા રેસીડેન્સી સામે મહેન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી કોમર્શિયલ ગેસના બાટલામાં ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતા ઈસમો ઝડપી પાડ્યા હતા .બી કે વનાર વિભાગ પોલીસ અધિકારી માંગરોળની દિશા નિર્દેશ મુજબ માંડવીના પીઆઈ સી.બી ચૌહાણએ માંડવી પોલીસ તંત્રની ટીમ બનાવી સઘન તપાસ કરતા તારીખ 12 જાન્યુઆરીના રોજ મઢીથી માંડવી તરફ જતા સ્ટેટ હાઇવે નંબર 56 ઉપર આશીર્વાદ વિલા રેસીડેન્સીની સામે મહેન્દ્રા સ્કોર્પિયો વાહનમાં ખોટી રીતે નંબર પ્લેટ લગાવી જેમાં ચોરખાનું બનાવેલ કોમર્શિયલ ગેસના બાટલામાં વિદેશી હેરાફેરી કરતા બે ઈસમો વિદેશી દારૂનો જથ્થો વિસ્કી બિયર મળી કુલ્લે 7,26,565/ ના મુદ્દા માલ ઝડપી પાડી બે આરોપી મેહુલ જયરામ દેવુભાઈ ધોડીયા તથા જીગ્નેશભાઈ ઈશ્વરભાઈ ભૂલા પટેલની વલસાડથીધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં માંડવી પોલીસ તંત્રની ટીમ જોડાઈ સફળતા મેળવવા પામી છે..

Exit mobile version