ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી

Featured Video Play Icon
Spread the love

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી
આગામી 48 કલાક ગરમીનું જોર વધશે
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી

રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. અત્યારે રાજકોટમાં હાલમાં જ સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આજે તે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં પણ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *