Site icon hindtv.in

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત કોબ્રા સાપનું ઝેર પકડ્યું

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત કોબ્રા સાપનું ઝેર પકડ્યું
Spread the love

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત કોબ્રા સાપનું ઝેર પકડ્યું
સુરત એસઓજીની ટીમે 5 કરોડ 85 લાખનું પ્રતિબંધિત ઝેર પકડ્યું
પોલીસે 6.5 મીલી ઝેર સાથે સાત આરોપીઓને ઝડપી પાડ્યા

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખતે સુરત એસઓજીની ટીમે 5 કરોડ 85 લાખના પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેર સાથે સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વન્યજીવો તેમજ તેઓના અંગો વિગેરેની તસ્કરીમાં સંડોવાયેલા ઈસમો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી નકુમના માર્ગદર્શન હેઠલ પીઆઈ ચૌધરીની ટીમ પીએસઆઈ આરએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત સુરતના સરથાણા જકાતનાકા સહજાનંદ હબ ગઢપુર રોડ નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોટની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી મનસુખ અંબા ઘીનૈયા, ચિમન છગન ભુવા, સમીર જ્યંતી પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી અને પ્રશાંત શાહને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી 6.5 મીલી એટલે કે 5 કરોડ 85 લાખ રૂપિયાનો પ્રતિબંધિત કોબ્રા સાપનુ ઝેર એટલે કે વેનોમ કબ્જે કર્યો હતો. જે અંગે વધુ માહિતી એસઓજીના ડીસીપીએ આપી હતી.

Exit mobile version