Site icon hindtv.in

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ફૂટ વિતરણ કરાયું.

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ફૂટ વિતરણ કરાયું.
Spread the love

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ફૂટ વિતરણ કરાયું.
સ્વ.પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મ જ્યંતી નિમિત્તે આયોજન
રાજીવ ગાંધી દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે કરેલ ક્રાંતિની યાદો તાજી કરી

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વ.પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મજ્યંતી નિમિત્તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાની હેઠળ ફૂટ વિતરણ કરાયું.

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સુરતજીલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ ની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી તેમની શુભેચ્છા મુલાકાત લઈ તેમને વહેલા સાજા થવાની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજરોજ સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મ જ્યંતી નિમિત્તે ફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે કરેલ ક્રાંતિની યાદો તાજી કરી હતી. ર ઉપસ્થિત રહી તમામ દર્દીઓને ફૂટ કીટ વિતરણ કરવામાં આવી હતી..

Exit mobile version