Site icon hindtv.in

જામનગર બ્લીકિટ ઓનલાઇન સ્ટોર પર ફૂડ વિભાગના દરોડા.

જામનગર બ્લીકિટ ઓનલાઇન સ્ટોર પર ફૂડ વિભાગના દરોડા.
Spread the love

જામનગર બ્લીકિટ ઓનલાઇન સ્ટોર પર ફૂડ વિભાગના દરોડા.
હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સની શરતોના ઉલ્લંઘન
અસ્વચ્છતા અને લાયસન્સના અભાવે ઓનલાઇન વેચાણ પર રોક.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરુ સેક્શન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ પેઢીનું તમામ ઓનલાઈન વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

જામનગરમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીમાં સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થતું ન હતું. સ્ટોરમાં આવેલા કોલ્ડ રૂમમાં શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને અલગ રાખવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત, પેસ્ટ કંટ્રોલ માટે પણ સંતોષકારક કામગીરી જોવા મળી નહોતી, અને ફૂડ સેફ્ટીના માપદંડોનું ઉલ્લંઘન થતું હતું. ફૂડ અધિકારી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે ગત તારીખ 18 એપ્રિલ 2026 ના રોજ આ પેઢીનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ બે દિવસ અગાઉ પેઢીને નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈ સુધારો ન થતાં ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પેઢીને જરૂરી સુધારા કરવા અને સંબંધિત સર્ટિફિકેટ તથા દસ્તાવેજો કચેરીએ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પેઢી લાયસન્સની તમામ શરતોનું પાલન નહીં કરે અને યોગ્ય સુધારો નહીં લાવે, ત્યાં સુધી વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version