Site icon hindtv.in

પહેલગામ હુમલાને પગલે રાજ્યભરમાં ઉગ્ર આક્રોશનો માહોલ

પહેલગામ હુમલાને પગલે રાજ્યભરમાં ઉગ્ર આક્રોશનો માહોલ
Spread the love

પહેલગામ હુમલાને પગલે રાજ્યભરમાં ઉગ્ર આક્રોશનો માહોલ
ધ સુરત ફીશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
નાનપુરા ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન
ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી

સુરતમાં ધ સુરત ફીશ મર્ચન્ટ એસોસિએશન નાનપુરા દ્વારા પહેલગામ આતંકી હુમલા ની ઘટનાને વખોડી આતંકીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 જેટલા લોકોના મોત થયા છે ત્યારે દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે આતંકીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ હવે દેશના નાગરિકો કરી રહ્યા છે ત્યારે આ હુમલામાં મોતને બેઠેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે સુરતમાં ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા માછીવાડ નાનપુરા ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને તેમને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખાતમો કરો. અમે તમારી સાથે છીએ ધ ફીશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બેનરો લઈ અમૃત કોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Exit mobile version