Site icon hindtv.in

નવસારી જિલ્લામાં સર્જાયેલા જળપ્રલય

નવસારી જિલ્લામાં સર્જાયેલા જળપ્રલય
Spread the love

નવસારી જિલ્લામાં સર્જાયેલા જળપ્રલય
અંબિકા નદીના પૂરના પાણીથી ઘેરાઈ ગયા
સતત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી

નવસારી જિલ્લામાં સર્જાયેલા જળપ્રલયની વચ્ચે ગણદેવી તાલુકાના અનેક ગામો અંબિકા નદીના પૂરના પાણીથી ઘેરાઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ, હવાઈ દળ તેમજ સેનાના જવાનો દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ધમડાછા ગામ સહિત અનેક સ્થળોએ બાળકો, વૃદ્ધો અને અન્ય લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો ઘરનો સામાન બચાવવા માટે જોખમ વચ્ચે રોકાઈ રહ્યા છે.

નવસારી જિલ્લામાં આવેલા વિનાશકારી પૂરના કારણે ગણદેવી તાલુકાના અનેક ગામો અંબિકા નદીના પાણીમાં ઘેરાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ, હવાઈ દળ તેમજ ભારતીય સેનાના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ધમડાછા ગામમાં સેનાના જવાનોએ બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવાયેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન રહે.

Exit mobile version