Site icon hindtv.in

નેપાળ-તિબેટમાં જળપ્રલય!

નેપાળ-તિબેટમાં જળપ્રલય!
Spread the love

નેપાળ-તિબેટમાં જળપ્રલય!
કૈલાશ યાત્રાએ ગયેલા 77 યાત્રિકો સંપર્કવિહોણા
ઘટના અંગે કેબિનેટ મંત્રી, કિરેન રિજ્જુની પ્રતિક્રિયા

નેપાળના વિનાશકારી પૂરમાં 165 લોકોએ જીવ ગૂમાવ્યો છે. 500થી વધુ લોકો ગૂમ થયા છે, તબાહી બાદ પણ47 ઝીલ એવી છે, જેના કારણે ફરી જળપ્રલય સર્જાઇ શકે છે.

નેપાળમાં આવેલા પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. 165 લોકોએ જીવ ગૂમાવ્યા છે તો 500 થી વધુ લાપતા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ સ્થિતિમાં વધુ ચિંતાજનક ચેતવણી એ છે કે, 21 ઝીલ એવી છે જેના કારણે ફરી તિબ્બત કે નેપાળમાં વિનાશકારી ભૂકંપ આવી શકે છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ અને નેપાળ સરકારના વૈજ્ઞાનિકના અનુમાન મુજબ 47 હિમનદી તળાવોને ‘સંભવિત ખતરનાક હિમનદી તળાવો’ તરીકે ઓળખવામાં આવ્યા છે. તિબેટમાં ભૂકંપ અને ત્યારબાદ થયેલા ભૂસ્ખલનની અસર હવે નેપાળમાં જોવા મળી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂરના પાણીમાં લગભગ 1,000 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. 300 જેટલા લોકો હજુ પણ ફસાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની માહિતી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે

સૌથી વધુ સંવેદનશીલ જિલ્લાઓમાં સોલુખુમ્બુનો સમાવેશ થાય છે, જે દૂધ કોશી અને ઇમજા તટપ્રદેશનું ઘર છે. સંખુવાસભા જિલ્લો બરુણ અને અરુણ નદીના તટપ્રદેશ સાથે સ્થિત છે. દોલખા જિલ્લો તામા કોશી નદી કોરિડોરમાં આવેલો છે અને ત્સો રોલ્પા તળાવથી જોખમોનો સામનો કરી શકે છે આ તળાવો દ્વારા ઉભા થતા જોખમો મુખ્યત્વે નીચે તરફની નદી ખીણોના માર્ગ પર સ્થિત પર્વતીય અને ડુંગરાળ જિલ્લાઓમાં કેન્દ્રિત છે. એક મોટો વાવાઝોડું આ વિસ્તારોમાં લોકોને અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પૂર્વી અને મધ્ય નેપાળ, જેમાં કોશી અને બાગમતી નદીના તટપ્રદેશનો સમાવેશ થાય છે, કુલ પ્રાદેશિક જોખમના 85 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રિત છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version